નારોલમા કાપડની ફેક્ટરીમાં કામ કરતા રોલ મશીનમાં પડતા એક યુવકનુ મોત નીપજયું હતું. જેના પગલે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.નારોલખાતે આવેલા કુમાર કોટન નામની ફૅક્ટરીમાં કામ કરતા નિખિલ શિવકુમાર પ્રજાપતિ(ઉ.19 રહે લક્ષ્મીનગર-2 ગોપાલપુર. નારોલ) ગત મંગળવારે બપોરના સમયે કામ કરતા હતા. દરમિયાન તેઓ રોલ મશીનમાં અકસ્માતે આવી જતા તેમને શરીરે ગંભીર ઈજા થઈ હતી. એટલે તેમને એલ જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…